________________
षष्ठोऽवसरः
१३५ અને કર્તવ્યનો ત્યાગ કરે છે, ભ્રમણ કરે છે, સૂતા નથી અને ક્યાંય રતિ પામતા નથી. ૭૧ // निदानं दैन्यस्य प्रचुरतरचिन्ताहुतभुजः प्रभूतैनोराशि: शमतरुसमुच्छेदपरशुः । परं क्लेशस्थानं परिभवपदं किञ्चिदपरं विपत्तेरुत्पत्तिर्भवति भविनां सङ्ग्रहरसः ॥ ७२ ॥
જીવોની પરિગ્રહ રુચિ એ દીનતાનું કારણ છે. અત્યંત ચિંતા-અગ્નિનું કારણ છે. ઘણા પાપોના ઢગલા જેવી છે. પ્રશમ-વૃક્ષને કાપી નાખવામાં કુહાડા સમાન છે. અત્યંત ક્લેશનું સ્થાન છે. વિશિષ્ટ પરાભવનો નિવાસ છે અને વિપત્તિઓનો ઉદ્દગમ છે. ૭૨ // रचयति प्रचुरं रुचिरं चिरं चटु पटु प्रकटं कटुकं वचः । प्रसहते हसति प्रहतो नरो नरपतेरिति लोभविजृम्भितम् ॥ ७३ ॥
રાજા પાસે મનુષ્ય ઘણું સુંદર કાર્ય લાંબા સમય સુધી કરે છે. રાજાનું સ્પષ્ટપણે કડવું વચન તેને સ્વાદિષ્ટ અને નિપુણ લાગે છે. પોતે સહન કરે છે, અને ઉપરથી હસે છે, આ બધી લોભની ચેષ્ટા છે. | ૭૩ //.
૧૦