________________
१३४
दानादिप्रकरणे પોતાના બાહુબળથી જેણે વિષ્ણુ, શંકર વગેરે સહિત, દેવ-દાનવ સહિત ત્રણે ભુવનને જીતી લીધા છે. તે કામદેવના અભિમાનને છેદી નાખનારા મુનીશ્વરને કયો સબુદ્ધિમાન નમસ્કાર ન કરે ? / ૬૯ / न वीतरागादपरोऽस्ति देवो न ब्रह्मचर्यादपरं तपोऽस्ति । नाभीतिदानात् परमस्ति दानं चारित्रिणो नापरमस्ति पात्रम् ॥ ७० ॥
વીતરાગ સિવાય અન્ય કોઈ દેવ નથી, બ્રહ્મચર્યથી મોટો તપ નથી, અભયદાનથી મોટું દાન નથી, અને ચારિત્રીથી મોટું કોઈ પાત્ર નથી. તે ૭૦ || परिग्रहमहाग्रहैः परिगृहीतधीविग्रहा विदन्ति न गुणागुणौ [५२-१] न गुरुदेवते मन्यते । अकृत्यमपि कुर्वते परिहरन्ति कृत्यं नरा भ्रंमन्तकि न शेरते न च रतिं लभन्ते क्वचित् ॥१॥
જેમની મતિ પરિગ્રહ રૂપ મોટા ગ્રહથી ગ્રસ્ત છે, તેઓ ગુણ કે અવગુણ જાણતા નથી, ગુરુ અને દેવતાનું બહુમાન કરતા નથી. તે મનુષ્યો અકાર્ય પણ કરે છે
१ स्वार्थिककप्रत्यान्तमिदं रुपम् । भ्रमन्तीत्यर्थः ॥