________________
१४१
षष्ठोऽवसरः प्राप्तेऽपि पात्रे सुलभं न वित्तं वित्तेऽपि पुण्यैः पुनरेति चित्तम् । दाने त्रयं कोऽपि भवाब्धिसेतुं प्राप्नोति कल्याणकलापहेतुम् ॥ ८५ ॥
પાત્ર મળે, તો ય સંપત્તિ સુલભ નથી, અને સંપત્તિ મળે, તો પણ પુણ્યથી જ દાન આપવાનું મન થાય છે. દાનના વિષયમાં આ ત્રણ વસ્તુ (પાત્ર-વિત્તચિત્ત) ભવસાગરમાં પુલ જેવી છે, કલ્યાણના સમૂહના કારણ જેવી છે. કોઇ ધન્ય આત્મા જ આ ત્રણેને પામે છે. | ૮૫ // दुरापमिदमुच्चकैस्त्रयमवाप्य पुण्योदयाद् विधत्त सफलं जना न हि विलम्बितुं सङ्गतम् । विलोक्य मुनिरा(मा)कुलं विमलधीनिधानं परं विधानसहितो हि तं बत विलम्बते कोऽपि किम् ॥ ८६ ॥ | હે જનો ! અત્યંત દુર્લભ એવી આ ત્રણે વસ્તુઓને પુણ્યોદયથી પામીને તેને સફળ કરો. એમાં વિલંબ કરવો, એ ઉચિત નથી. પરમ નિધાન જેવા મુનિને આકુળ અવસ્થામાં જોઈને શું કોઈ સામગ્રી સંપન્ન સદ્દબુદ્ધિમાન વ્યક્તિ વિલંબ કરે ખરી ? | ૮૬ |