________________
षष्ठोऽवसरः
ચરણની રજથી પવિત્ર કરે છે. ।। ૫૮ ||
१२९
त्रिभुवनमिदं व्याप्तं चित्रैश्चराचरजन्तुभिः स्वभरणपरैः पीडां कर्तुं परस्य सदोद्यतैः । तदपि [ ४९ - २ ] न तनुत्यागेऽप्यन्यं हिनस्ति कदाऽपि यः कथमिव मुनिर्मान्यो न स्यात् स देव इवापरः ॥ ५९ ॥
આખું વિશ્વ એવા વિવિધ ત્રસ-સ્થાવર જીવોથી વ્યાપ્ત છે, કે જે જીવો પોતાનું પેટ ભરવામાં અને બીજાને પીડા કરવામાં હંમેશા સજ્જ છે. તો પણ જે પોતાનું મરણ આવે, તો પણ બીજાની હિંસા કરતા નથી, તેવા મુનિ સાક્ષાત્ દેવતાની જેમ માનનીય કેમ ન થાય ? ।।૫। लोभक्रोधाद्यैः प्राणनाशेऽप्यसत्यं
ये नो भाषन्तेऽशेषभाषाविधिज्ञाः ।
लोकातिक्रान्तैकान्तकान्तोरुसत्त्वाः સત્ત્વાંતે વાઘાડઘેનસો વગ્યયન્તિ || ૬ ||
સંપૂર્ણ ભાષાવિધિના જાણકારો લોભ, ક્રોધ વગેરેથી મૃત્યુની શક્યતા હોય, તો પણ અસત્ય બોલતા નથી. લોકોત્તર એકાંત સુંદર વિશાળ સત્ત્વશાળી એવા તે મુનિવરો પોતાની વાણીથી પણ જીવોને પાપમુક્ત કરી દે છે. II ૬૦ ||