________________
१३०
दानादिप्रकरणे
निपतितमपि किञ्चित् काञ्चनाद्यन्यदीयं विषविषधरकल्पं कल्पयन्त्यप्यनल्पम् । विजितविषमलोभा ये जगज्जातशोभा गृहमिह शुभभाजां ते भजन्ते यतीन्द्राः ॥ ६१ ॥
કોઈનું ઘણું સોનું વગેરે પડી ગયું હોય, તેને જેઓ ઝેર જેવું કે સર્પ જેવું સમજે છે, જેમણે વિષમ લોભને જીતી લીધો છે, જેઓ જગતમાં ખૂબ શોભાસ્પદ બન્યા છે, તે મુનીશ્વરો પુણ્યશાળીઓના ઘરમાં પધારે છે. ।। ૬૧ ।।
रामाणां नयने पयोजजयिनी लोले पयोबुबु [५०-१]दौ सत्कान्ती कलशोपमौ घनकुचौ पीनौ च मांसार्बुदौ । वक्त्रं पूर्णशशाङ्ककान्ति कलयेच्चर्मावृतं कैकसं यः सद्भावनया सतां स भुवने वन्द्योऽवनीपावनः ||६२||
કમળને જીતી લેનારી એવી સ્ત્રીની આંખો જેને પાણીના ચંચળ પરપોટા જેવી લાગે, સારી કાંતિવાળા કળશ જેવા પુષ્ટ સ્તનો જેને માંસના ગુમડા જેવા લાગે, પૂર્ણ ચંદ્રના જેવી કાંતિવાળુ સ્ત્રીનું મુખ જેને તત્ત્વ વિચારણાથી ચામડીથી ઢાંકેલી ખોપડી જેવું લાગે, તે જગતમાં વંદનીય છે, તેણે ધરતીને પવિત્ર કરી છે. || ૬૨ ||