________________
१२८
दानादिप्रकरणे
चारित्रिणस्तृणमणी गणयन्ति तुल्यं पश्यन्ति मित्रमिव शत्रुमरागरोषाः । किं भूयसा निजवपु [ ४९ - १]ष्यपि निर्ममत्वा ये ते परं त्रिभुवनार्चितमत्र पात्रम् ॥ ५७ ॥
જેઓ ચારિત્રથી વિભૂષિત છે, તૃણ અને મણિને જેઓ સમાન ગણે છે. શત્રુને મિત્ર સમાન જુએ છે, જેમને રાગ-દ્વેષ નથી.... વધુ તો શું કહીએ, જેઓને પોતાના શરીર પર પણ મમત્વભાવ નથી, તેઓ ત્રણ ભુવનથી પૂજિત... પરમ પાત્ર છે. ॥ ૫૭ ॥ ये नित्यं प्राणिरक्षणाप्रणिहितमतयोऽसत्यसन्त्यागयुक्तास्त्यक्तस्तेया मृगाक्षीमुखसुखविमुखा मुक्तमुक्तादिमूर्च्छाः । मूर्ता धर्मा इवैते जितमदमदना मन्दिरं मन्दरागाः । पांदीयैः पांशुपातैरिह यतिपतयः पुण्यभाजां पुनन्ति ॥ ५८ ॥
જેઓનું મન હંમેશા જીવદયામાં પરાયણ છે. જેમણે અસત્ય અને ચોરીનો ત્યાગ કર્યો છે. જેઓ સ્ત્રી વગેરેના સુખથી પરામુખ છે, જેમને મોતી વગેરે પર આસક્તિ નથી. તેઓ મૂર્તિમંત ધર્મ છે. તેમણે અભિમાન અને કામવાસનાનો ત્યાગ કર્યો છે. તેઓ મંદ રાગવાળા છે. તેવા મુનીશ્વરો પુણ્યશાળીઓના ઘરને પોતાના
१ पादानामिमे पादीयाः तैः चरणसत्कैरित्यर्थः ।