________________
दानादिप्रकरणे
१२६
गेहे समागते साधावौषधादिसमीहया । अवज्ञा क्रियते यत्तु पातकं किमतः परम् ? ॥ ५२ ॥
સાધુ ઔષધ વગેરે માટે ઘરે આવે, ત્યારે જે અવગણના કરાય છે, એના કરતાં મોટું બીજું કયું પાપ હોઈ શકે ? ।। ૫૨ ॥
अन्यत्रापि सधर्मचारिणि जने मान्ये विशेषान्मुनौ दृष्टे साधुनिधाविवापनिधने बन्धाविवातिप्रिये । यस्योल्लासिविकासहाससुभगे स्यातां न नेत्राऽऽनने दूरे तस्य जिनो वचोऽपि हृदये जैनं न सन्तिष्ठते ॥ ५३ ॥ વિજોય સાધુનો ચો વિસિવિલોન: [૪૮-૨] अमन्दानन्दसन्दोहः स्यात् स देही सुदर्शनः ॥ ५४ ॥
અન્ય સાધર્મિક જન દેખાય, તો પણ આનંદ થવો જોઈએ, તો પછી મુનિ તો વિશેષથી માનનીય છે. તેમના દર્શન તો સુંદર અક્ષય નિધિના દર્શન જેવા લાગવા જોઈએ. તેઓ તો અતિ પ્રિય સ્વજન જેવા લાગવા જોઈએ. તેમના દર્શન થતાની સાથે જેના નેત્રો અને મુખો ઉલ્લાસવાળા, વિકસિત, હાસ્ય અને સૌભાગ્યવાન નથી થતા, તેમના હૃદયમાં જિનેશ્વર તો નથી જ, જિનવચન પણ તેમના હૃદયમાં ટકી શકતું નથી. ॥ ૫૩ ॥
મુનિજનને જોઈને જેની આંખો વિકસિત થઇ જાય, અત્યંત આનંદ અનુભવે, તે જીવ સમ્યગ્દષ્ટિ છે. II ૫૪