________________
१००
दानादिप्रकरणे ધર્મોનો વિલોપ થઈ જાય. જેમ લોકો પ્રકાશ વિના રસ્તાને જોતા નથી, તેમ આગમ વિના ધર્માભિલાષી જન ધર્મમાર્ગને જોઈ શકતા નથી. / ૭૯-૮૦ || उच्छिद्यमानो यत्नेन धर्मानुच्छेदवाञ्छया । आगम: सति सामर्थ्य रक्षणीयो विचक्षणैः ॥ ८१ ॥
આગમનો ઉચ્છેદ થઈ રહ્યો છે. જો શક્તિ હોય તો વિચક્ષણોએ ધર્મનો ઉચ્છેદ અટકાવવાની ઝંખનાથી તેનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું જોઈએ. તે ૮૧ // सन्धार्याः सपरिच्छदाः श्रुतधरा वस्त्रान्नपानादिना लेख्यं शस्तसमस्तपुस्तकमहावृन्दं सदानन्दनम् । आत्मीयं हिमरश्मिमण्डलतले नामेव नामामलं दत्त्वा बन्धन(दोरका)[३९-२]दिविधिना
સંરક્ષીય સલા દરો વસ્ત્ર-અન્ન-પાન વગેરે દ્વારા શ્રતધારક મહાત્માઓ અને તેમના પરિવારનું પોષણ કરવું જોઈએ. સદા આનંદદાયક પ્રશસ્ત સર્વ પુસ્તકોનો મોટો સમૂહ લખવો જોઈએ. જાણે ચંદ્રમંડળ ઉપર નામ હોય, તેમ તેના પર પોતાનું નિર્મળ નામ આપીને બાંધવાના દોરા વગેરે વિધિથી તેની હંમેશા રક્ષા કરવી જોઈએ. ૮૨ //