________________
दानादिप्रकरणे સાધુવેષધારક નિર્ગુણ હોતા નથી. માટે સર્વ સાધુવેષધારકો સજ્જનોને પૂજનીય છે. તે ૧૪ || चित्रेऽपि लिखितो लिङ्गी वन्दनीयो विपश्चिताम् । निश्चितं किं पुनश्चित्तं दधानो जिनशासने ? ॥१५॥
ચિત્રમાં સાધુવેષધારક વિદ્વાનોને વંદનીય હોય છે, તો પછી જેનું મન જિનશાસનમાં નિશ્ચય ધરાવે છે, એની તો શું વાત કરવી ? | ૧૫ / नानारूपाणि कर्माणि विचित्राश्चित्तवृत्तयः । आत्मनीनं जनः कोऽपि कथञ्चन करोत्यतः ॥१६॥
કર્મો અનેક પ્રકારના છે. ચિત્તવૃત્તિઓ વિવિધ પ્રકારની છે. માટે કોઈ જન કોઈ રીતે આત્મહિતકારક વસ્તુ કરે છે. તે ૧૬ // तस्मान्महान्तो गु[४३-२]णमाददन्तां दोषानशेषानपि सन्त्यजन्तु । गृह्णन्ति दुग्धं जलमुत्सृजन्ति હંસા: માવ: સ નિગ: સુરીનામ્ છે ?
માટે મહાપુરુષો ગુણોને ગ્રહણ કરો, સર્વ દોષોનો ત્યાગ કરો. હંસો દૂધનું ગ્રહણ કરે છે અને પાણીનો ત્યાગ કરે છે. એવો પવિત્ર વ્યક્તિઓનો પોતાનો સ્વભાવ હોય છે. | ૧૭ |.