________________
दानादिप्रकरणे
સંઘના એક ભાગનું પણ પૂજન કરવામાં આવે, તો પણ સમસ્ત સંઘના પૂજનનો લાભ મળે છે. જેમ કે પૂજ્ય વ્યકિતના મસ્તક પર પુષ્પ ચડાવવામાં આવે તો તે વ્યકિતનું પૂજન કરાયું ગણાય છે. | ૮ |
गजव्रजस्येव दिशागजेन्द्राः
सङ्घस्य मुख्यास्तु मता मुनीन्द्राः । तेभ्यः प्रदानं विधिना निदानं निर्वाणपर्यन्तसुखावलीनाम् ॥ ९ ॥
११०
જેમ હાથીઓના ગણમાં દિગ્ગજો મુખ્ય છે, તેમ સંઘમાં મુનીશ્વરો મુખ્ય ગણાય છે. તેમને વિધિપૂર્વક જે દાન અપાય, તે નિર્વાણ સુધીના સુખોની શ્રેણિઓનું કારણ છે. | ૯ |
साधवो जङ्गमं तीर्थं जल्पज्ञानं च साधवः । साधवो देवता मूर्ता: साधुभ्यः साधु नापरम् ॥१०॥
સાધુઓ એ જંગમ તીર્થ છે. સાધુઓ એ બોલતું જ્ઞાન છે. સાધુઓ મૂર્તિમંત દેવતા છે. સાધુઓથી વધુ સારું બીજું કાંઈ નથી. ।। ૧૦ ।। तीर्थं ज्ञानं देवता नोपकुर्यात् सत्त्वानित्थं साधुसार्थो यथोच्चैः ।