________________
षष्ठोऽवसरः ज्यायः पात्रं श्रेयश्चित्तं स्वायत्तं सद्गेहे वित्तम् । एतल्लभ्यं पुण्यैः पूर्णं मुक्तिप्राप्तेर्यानं तूर्णम् ॥ २४ ॥
મહાન પાત્ર, પ્રશસ્ત ચિત્ત અને પ્રશસ્ત ઘરમાં સ્વાધીન દ્રવ્ય... આ મુક્તિને પામવા માટે ઝડપી વાહન છે. સંપૂર્ણપણે આ ત્રણે વસ્તુ પુણ્યથી જ મળી શકે. // ૨૪ છે. ज्ञानोत्तमं किमपि किञ्चन दर्शनाढ्यं पात्रं पवित्रितजगत्त्रयसच्चरित्रम् । किञ्चित् त्रयोगुणमयं द्विगुणं समग्रैः यु[४४-२]क्तं गुणैः किमपि पूज्यमशेषमेव ॥ २५ ॥
કોઈ પાત્ર જ્ઞાનથી શ્રેષ્ઠ હોય છે, કોઈ દર્શનથી સમૃદ્ધ હોય છે. કોઇનું સમ્મચારિત્ર ત્રણે જગતને પવિત્ર કરનારું હોય છે. કોઈ ત્રણ ગુણવાળું કે બે ગુણવાળું હોય છે. કોઈ સંપૂર્ણ પાત્ર ત્રણે ગુણોથી યુક્ત હોય છે. | ૨૫ . मिथ्यात्वध्वान्तविध्वंसे पटीयांसो महौजसः । સત્તા: રુચ નો પૂજ્યા: યુઃ સૂર્યા વ સૂરથ: / ર૬ છે.
જેઓ મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરવામાં નિપુણ છે, મહાતેજસ્વી છે, સમ્યફચારિત્રથી સંપન્ન છે, તેવા સૂર્ય જેવા આચાર્યો કોને પૂજનીય નથી ? ૨૬ll