________________
षष्ठोऽवसरः
गृणन्नामापि नामेह कुर्वन्नामादि किं पुनः । जिनस्य मन्ये मान्यः स्यात् तद्भक्तानां स्वभावतः || १८ ||
११३
જે જિનનું નામ લે, તે પણ સત્કારપાત્ર થાય છે, તો જે જગતમાં જિનની નામના વગેરે કરે તેની તો શું વાત કરવી. માટે તે જિનભક્તોને માનનીય થાય એ સ્વાભાવિક છે, એમ હું માનું છું. ॥ ૧૮ ॥ लेखवाहोऽपि भूपस्य भक्तियुक्तैर्नियुक्तकैः । मान्यते निर्गुणोऽप्येवं लिङ्गी जिनमतस्थितैः ॥ १९ ॥
જે રાજાનો સંદેશ લાવે, તે પણ અધિકારીઓ દ્વારા ભક્તિપૂર્વક માનનીય બને છે. એ રીતે જિનમતમાં રહેલી વ્યક્તિઓ માટે નિર્ગુણ લિંગી પણ માનનીય છે. (અહીં પણ સર્વથા નિર્ગુણતા નહીં, પણ યથાસંભવ રત્નત્રયીની હાજરી સમજવી. અને તે ગુણોને દૃષ્ટિમાં રાખીને તેમનું સન્માન કરવું, એવો આશય સમજવો.)
|| ૧૯ ||
सर्वज्ञो हृदये यस्य वाचि सामायिकं करे । धर्मध्वजो जगज्येष्ठो ग्रामणीर्गुणिनामसौ ॥ २० ॥
જેના હૃદયમાં સર્વજ્ઞ છે, વચનમાં સામાયિક સૂત્ર છે અને હાથમાં જગતમાં જ્યેષ્ઠ એવું રજોહરણ છે, એ ગુણવાનોનો અગ્રણી છે. || ૨૦ ||