________________
षष्ठोऽवसरः स(अ)ज्ञानि(न)तो मूर्खमतीव साधु : eMનિરતં તુવર / मार्गज्ञमन्धं स वदेत् सुदृष्टेः समः समाने हि समेति रागम् ॥ ३४ ॥
કષ્ટાચરણ કરનારા મૂર્ખ (શાસ્ત્રજ્ઞાનરહિત) સાધુની જે સ્તુતિ કરે છે, તે એમ કહે છે કે અંધ વ્યક્તિ સારી દૃષ્ટિના કારણે માર્ગની જાણકાર છે. ખરેખર જે સમાન (અજ્ઞાની) છે તેને પોતાની સમાન (અજ્ઞાની) પ્રત્યે રાગ થાય છે. || ૩૪ || एनांसि योऽहिरजसाऽपि निहन्ति वाचा मोहं व्यपोहति दृशाऽपि पुनः पुनाति । सड़ेन दुःखमपनीय तनोति सौख्यं ज्ञानी सतां स महनीयमहानुभावः ॥ ३५ ॥
જે પોતાની ચરણરજથી પણ પાપોનો નાશ કરે છે. જે પોતાની વાણીથી મોહને દૂર કરે છે. વળી જે દૃષ્ટિથી પણ પાવન કરે છે. જે પોતાનો સંગ કરનારનું દુઃખ દૂર કરીને સુખનો વિસ્તાર કરે છે. તે જ્ઞાની ખરેખર મહાન પ્રભાવ ધરાવે છે. તેમનો આ પ્રભાવ સજ્જનોને પૂજનીય છે. તે ૩૫ //