________________
૨૦૮
दानादिप्रकरणे આપ્યો છે. // ૨ / क्लेशापहं सपदि सुन्दरनामधेयं स्मृत्याऽप्यमुष्य परिपुष्यति भागधेयम् । आलापमात्रमपि लुम्पति पातकानि ઋાં યોગ્યતાં તનુમતાં તનતે ન ય : છે રૂ
જેનું સુંદર નામ પણ શીઘ્રતાથી લેશોને દૂર કરે છે, જેનું સ્મરણ પણ સૌભાગ્યને અત્યંત પુષ્ટ કરે છે, જેનો ફક્ત ઉચ્ચાર પણ પાપોનો નાશ કરે છે, તે “યોગ’ જીવોમાં કંઈ યોગ્યતાનો વિસ્તાર કરતો નથી ? / ૩ / श्रीसङ्के परिपूजिते किमु न यत् सम्पूजितं पूजकैरेतस्मिन् गृहमागते किमु न यत् कल्याणमभ्यागतम्। एतत्पादसरोजरा[४२-१]जिरजसा पुंसां समारोहता मूर्द्धानं प्रविधीयते यदधिको(का) शुद्धिस्तदत्राद्भुतम् ॥४॥
જેઓ શ્રીસંઘનું પૂજન કરે છે, તેમણે કોનું પૂજન નથી કર્યું ? શ્રીસંઘ ઘરમાં આવે, ત્યારે કયું કલ્યાણ નથી આવ્યું ? આશ્ચર્ય તો અહીં એ છે, કે જે પુરુષોના મસ્તક પર શ્રીસંઘના ચરણકમળોની રજ ચઢે, તે પુરુષોની વધુ શુદ્ધિ થાય છે. (ધૂળથી અશુદ્ધિ થાય, પણ પ્રસ્તુતમાં તેનાથી શુદ્ધિ થાય છે, તે આશ્ચર્ય છે.) || ૪ ||