________________
૨૦૬
दानादिप्रकरणे सत्यङ्कारितमक्षयं शिवसुखं दुःखाय दत्तं जलं धन्यैस्तैः स्वधनैरलेखि निखिलं यैर्वाङ्मयं निर्मलम् ॥१७॥
જેમણે નિર્મળ સર્વ જિનવચનને પોતાના ધનથી લખાવ્યું છે, તેઓ ધન્ય છે. તેમણે આનંદના સ્થાન સમી સુંદર રાજવી સંપત્તિને પોતાના ઘરમાં અનામત મુકી દીધી છે. અત્યંત સ્થિર, શ્રેષ્ઠ, ગરિષ્ઠ એવા દૈવી પદને પોતાની તિજોરીમાં મુકી દીધી છે. અક્ષય શિવસુખને પોતાનું કરી લીધું છે, અને દુઃખોને જલાંજલિ (કાયમ માટે વિદાય) આપી છે. ૯૭ //
- ઇતિ પંચમ અવસર -