________________
षष्ठोऽवसरः सङ्घोऽनघः स्फुरदनर्घगुणौ(घ)रत्नरत्नाकरो हितकरश्च शरीरभाजाम् । नि:शेषतीर्थकरमुख्यमुनीन्द्रमान्यः पूज्यो गुरुस्त्रिभुवनेऽपि[४१-२] समोऽस्य नान्यः ॥१॥
સંઘ એ નિષ્પાપ છે. અમૂલ્ય ગુણોના સમૂહોરૂપી રત્નોને તે ધારણ કરે છે, માટે તે રત્નાકરસમાન છે. એ જીવોનો હિતકારક છે, સર્વ તીર્થકરો આદિ મુનીશ્વરોને માનનીય છે, પૂજનીય છે, ત્રણે ભુવનમાં તેમના જેવો મહાન બીજો કોઈ નથી. / ૧ श्रीसङ्घतः स भवतीति कृतज़भावात् पूज्यं ममापरजनाः परिपूजयन्तु । कार्यं विनाऽपि विनयो गुरुणाऽपि कार्य: प्रख्यापयन्निति जिनोऽपि नमस्यतीमम् ॥ २ ॥
જિન પણ સંઘને નમસ્કાર કરે છે. તેમાં તેવો કૃતજ્ઞભાવ હોય છે, કે જિન એ શ્રીસંઘમાંથી થાય છે. વળી સંઘ મારા માટે પણ પૂજ્ય છે. માટે અન્ય લોકો પણ તેને પૂજે, તથા “મહાન' હોય તેમણે પણ પ્રયોજન વિના પણ વિનય કરવો જોઈએ, આવો સંદેશ પ્રભુએ