________________
दानादिप्रकरणे પદાર્થ કોઈ પ્રત્યક્ષ વસ્તુ સાથે સંબંધ ધરાવતો નથી, માટે તેનું કોઈ ઓળખચિહ્ન પણ નથી. જે સત્ય છે એવા અતીન્દ્રિય અર્થને જિન પ્રત્યક્ષ જાણે છે અને કહે છે. ૭૪ . धर्मं विशुद्धमधिगच्छति [३८-२] साधुबोधो यः श्रद्दधात्यविधुरो विधिना विधत्ते । सम्बोधयत्यबुधभव्यजनं भवाब्धेरुत्तारकः सकरुण: स गुरुर्गुणाढ्यः ॥ ७५ ॥
જે સમ્યફ જ્ઞાન ધરાવે છે, જે વિશુદ્ધ ધર્મને જાણે છે, જે તેની શ્રદ્ધા કરે છે, ઉમંગપૂર્વક વિધિથી વિશુદ્ધ ધર્મનું આચરણ કરે છે, અબુઝ ભવ્ય જીવોને જે સમ્યફ પ્રતિબોધ કરે છે, જે ભવસાગરથી પાર ઉતારે છે, જે કરુણાવાન છે, જે ગુણસમૃદ્ધ છે, તે ગુરુ છે. જે ૭૫ છે. यो बोद्धा श्रद्धालुः स्पृहयालुः शिवपदाय सुदयालुः । धर्मं गृणाति जनमनुग्रहयालुः सोऽपि गुरुरतन्द्रालुः ॥७६॥
જે જ્ઞાની, શ્રદ્ધાળુ, મોક્ષપદના અભિલાષી, અત્યંત દયાળુ, ધર્મપ્રરૂપક, લોકો પર કૃપા કરનારા અને અપ્રમત્ત છે, તે પણ ગુરુ છે. તે ૭૬ //