________________
८२
दानादिप्रकरणे
જ રીતે દ્રવ્યને પણ માનો. (કારણ કે તે પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે.) મુનિને મત્સર રાખવો ઉચિત નથી. ।।૨૭। उत्पत्त्यनन्तरं नष्टे पदार्थे सर्वथा वृथा । તોનિયમવાનાઘા વધમોક્ષી ૨ સુર્ઘટૌ ॥ ૨૮ ॥
જો પદાર્થ ઉત્પન્ન થયા બાદ તરત જ વિનાશ પામતો હોય, તો તપ, વ્રત, દાન વગેરે ફોગટ થઇ જાય અને બંધન-મુક્તિ પણ ઘટી ન શકે. ॥ ૨૮ || क्षणेन दातरि क्षीणे भोक्ता दानफलस्य कः । क्षणोऽन्यश्चेत् कृतध्वंसः स्यादेवं चाकृतागमः ॥२९॥
કારણ કે જે દાતા હતો, તે તો એક જ ક્ષણમાં નાશ પામી ગયો, તો પછી દાનના ફળને કોણ ભોગવશે? જો અન્ય ક્ષણવર્તી વ્યક્તિ દાનના ફળને ભોગવે, તો જેણે કર્મ કર્યું તેને ફળ નહીં મળે, અને જેણે નથી કર્યું તેને ફળ મળશે. ॥ ૨૯ ||
विनाशे प्राणिनोः सद्यो हिंसाध्यानादिकारिणोः । વધમોક્ષૌ યો: સ્યાતામન્યયોઘ્રુહેતુઐ || ૩૦ ||
જો હિંસા, ધ્યાન વગેરે કરનાર જીવોનો તરત જ વિનાશ થઇ જતો હોય, તો પછી બંધન અને મોક્ષ કોના થશે ? જો ‘અન્યના બંધન-મોક્ષ થશે' એમ કહો,