________________
दानादिप्रकरणे વગેરેનું આચરણ નિષ્ફળ થઈ જાય. કારણ કે ધર્મથી આત્મા પર કોઈ ઉપકાર પણ નહીં થાય અને અધર્મથી કોઈ અપકાર પણ નહીં થાય. / ૩૩ ब्रह्महत्यादिदोषोऽपि नास्ति घाताद्यभावतः । बालादि न युवादि स्यान्नित्यस्याविचलत्वतः ॥ ३४ ॥
વળી તમે આત્માને નિશ્ચલ માન્યો છે. માટે કોઇ જીવની હિંસા જ નહીં થઈ શકે, માટે બ્રહ્મહત્યા વગેરેનો દોષ પણ નહીં રહે. તથા બાળ વગેરે, યુવાન વગેરે પણ નહીં થઈ શકે કારણ કે જે નિત્ય છે, તેમાં કોઈ પરિવર્તન ન થઈ શકે. / ૩૪ / इत्येकान्तोपगमे समस्तमसमञ्जसं समासजति । तस्मादुपगन्तव्यः प्रमाणतो वस्तुपरिणामः ॥ ३५ ॥
આ રીતે એકાંતવાદનો સ્વીકાર કરો, તો સર્વ અસંગત થાય છે. માટે પ્રમાણસિદ્ધ એવો વસ્તુ પરિણામ માનવો જોઈએ. (વસ્તુ પરિણામી છે, એમ માનવું જોઈએ.) | ૩૫ / प्रतिसमयं प्राचीनं रूपमभवदुत्तरं च भवति पुनः । वस्तु ध्रुवं कथञ्चन काञ्चनवलितादि परिणामि ॥३६॥
પ્રત્યેક સમયે પૂર્વનું રૂપ થયું હતું, અને પછીનું