________________
दानादिप्रकरणे
જાણનારો હોય, તો પણ તે રાજા પાસેથી ઉદારા (?) ન મેળવે, તેમાં કારણ કર્મ જ છે, એવું (વિદ્વાનો) માને છે. ।। ૧૧ ।।
९०
यन्नृपतेः क्षपणादपि वल्गु फलमफल्गु वल्लभं लभते । अधमाधमोपि मनुजस्तेनानुमिमीमहे कर्म ॥ ५२ ॥
અધમથી ય અધમ મનુષ્ય પણ રાજા પાસેથી ક્ષપણ (?) કરતાં ય સુંદર સારભૂત પ્રિય ફળ પ્રાપ્ત કરે છે, તેના પરથી અમે કર્મનું અનુમાન કરીએ છીએ.
11 42 11
दारिद्र्यं विदुषां विपन्नयवतां सम्पद्गुणद्वेषिणां वैधव्यं च वधूजनस्य वयसि प्रोल्लासिपीनस्तने । यत् प्रेयोविरहः स्थिति: सह खलैरन्यस्त्विदं दारुणं मुक्त्वा कर्म विचेतनं विकरुणं कश्चेतनश्चेष्टते ॥ ५३ ॥
વિદ્વાનોની ગરીબી, નીતિમાનોની વિપત્તિ, ગુણદ્વેષીઓની સંપત્તિ, વધૂનું વિધવાપણું, યુવાન ઉંમરમાં પ્રિયવિયોગ, દુર્જનો સાથે નિવાસ.... આ અન્ય પણ જે ભયંકર છે, તે જડ અને નિર્દય એવા કર્મને કારણે જ થાય છે. તેના વિના કઈ સચેતન વ્યક્તિ આવો જુલમ કરે ? ।। ૫૩ ॥