________________
पञ्चमोऽवसरः दौर्गत्यं यदुदात्तचित्तसुधियां व्याधिव्यथाऽभोगिनां दौर्भाग्यं रमणीयरूपरमणीलोकस्य लक्ष्मीवताम् । तारुण्ये मरणं जितस्मरवपुःश्रीणां जरा श्रीमतां नैवेदं समपत्स्यतापहृदयं कर्मा भविष्यन्न चेत् ॥५४॥
ઉદાત્ત મનવાળા શુભ મતિમાનોને ગરીબી આવે છે, જેઓ ભોગલંપટ નથી, તેમને પણ રોગ આવે છે. સુંદર રૂપવાળા સ્ત્રીજનને દુર્ભાગ્ય મળે છે. ધનવાનોને યુવાનીમાં મરણ આવે છે. કામદેવ કરતા પણ ચઢિયાતી શરીર શોભાવાળા શ્રીમંતોને ઘડપણ આવે છે. જો કર્મ ન હોય, તો આવા હૃદયશૂન્ય (લાગણીહીન) બનાવ ન બની શકે. | ૫૪ || शीलं कलमकलङ[३६-१कं कलाकलापातिकौशलं शौर्यम। खलजन इवोपकारं निखिलं विफलयति खलु कर्म ॥५५॥
જેમ દુર્જન ઉપકારને નિષ્ફળ કરી દે, એમ કર્મ સારા શીલ, નિષ્કલંક કુળ, કળાસમૂહમાં અત્યંત કુશળતા અને શૂરવીરતાને નિષ્ફળ કરી દે છે. |પપ || नयविनयादिविभूषितमदूषितापारपौरुषं पुरुषम् । कलुषमकलितमकाले समूलकाषं कषति कर्म ॥५६॥
નીતિ અને વિનય વગેરેથી અલંકૃત, દોષરહિત,