________________
दानादिप्रकरणे જિનવચનમાં પૂર્વાપર વિરોધ નથી. પ્રત્યક્ષ વસ્તુમાં જિનવચનનો સંવાદ દેખાય છે. અને પરોક્ષ વસ્તુવિષયક જિનવચન તર્ક આદિથી બાધિત થતું નથી. વળી કોઈ અતીન્દ્રિય વસ્તુમાં પણ સંવાદને કારણે જિવનચનનું માહાસ્ય દૂષણ પામતું નથી. ૨૧ / कान्तो जिनैरनेकान्तो व्याहृतो व्या[३३-१]हतो न हि । जीवादिकः पदार्थो वा धर्मो वाप्यवधादिकः ॥ २२ ॥
જીવ વગેરે પદાર્થ કે અહિંસા વગેરે ધર્મ... આ બધા વિષયમાં જિનેશ્વરે સુંદર અનેકાંત કહ્યો છે, તે (કોઈ તર્ક આદિથી) વ્યાઘાત પામતો નથી. // રરા उत्पद्यन्ते विपद्यन्ते पदार्थाः पर्ययात्मना । ध्रुवा द्रव्यात्मना सर्वे बहिरन्तश्च सर्वदा ॥ २३ ॥
પદાર્થો પર્યાયસ્વરૂપે ઉત્પન્ન થાય છે, અને વિનાશ પામે છે. જ્યારે બહાર અને અંદર દ્રવ્યરૂપે પદાર્થો હંમેશ માટે નિત્ય છે. ૨૩ | निःसन्देहविपर्यासं पर्यायैः पर्युपासितम् ।। बाल्यादिभिर्निजं देहं पश्यन्नेकमहर्निशम् ॥ २४ ॥
બાળપણ વગેરે પર્યાયોથી યુક્ત એવા પોતાના શરીરને જે દિવસ-રાત સંશય અને વિપર્યાસ વિના જુએ છે... || ૨૪ ||