________________
७३
चतुर्थोऽवसरः
હે ભવ્યો ! લોકહૃદયને હરનારા, અત્યંત સ્વાદિષ્ટ એવા લાડવા વગેરેથી, ઓદન વગેરે અનેક ભોજનોથી, સારભૂત વિવિધ પ્રકારના પવિત્ર- સુંદર રસ- સુગંધવાળા પાન-ખાદિમ – સ્વાદિમોથી, દ્રવ્ય-ભાવ બંને પ્રકારે શુભ ભક્તિથી યુક્ત બેજોડ ફળવાળું નૈવેદ્ય વિધિપૂર્વક દેવાધિદેવને આપીને નિધિ જેવા સુખદાયક ધર્મરાશિનું શીવ્ર ગ્રહણ કરો. ને પ૩ || दूराकारितभूरिलोकनिकरां सर्वत्र दत्ताभयां दानानन्दितदीनमार्गणगणां सङ्गीतवाद्याद्भुताम् । यात्रां चित्रविलासलास्यसुभगां तुङ्गभ्रमत्स्यन्दनां कृत्वा तीर्थकृतां भवन्ति कृतिनो नित्यप्रवृत्तोत्सवाः ॥५४॥
જેમાં દૂરથી ઘણા લોકસમૂહોને આમંત્રિત કરાયા છે, સર્વત્ર અભયદાન અપાય છે, દીન યાચકગણોને જેમાં દાનથી આનંદિત કરાય છે, જે સંગીત અને વાજિંત્રોથી અદ્ભુત છે, વિવિધ વિલાસો અને નૃત્યોથી જે સૌભાગ્યશાળી છે, જેમાં મોટા રથો ભ્રમણ કરી રહ્યા છે. એવી તીર્થકરોની રથયાત્રા કરીને પુણ્યશાળીઓ એવા સુખને અનુભવે છે, કે જેમાં નિત્ય ઉત્સવો પ્રવૃત્ત થયા હોય. ને પ૪ ||
- ઇતિ ચતુર્થ અવસર -