________________
पञ्चमोऽवसरः ननु वेदस्य कर्तारं तद्देशादिगता जनाः । न जातु जानते वेत्ति कथमेतद्भवादृशः ॥ ११ ॥
તો પછી તે દેશ-કાળમાં રહેલા લોકો વેદના કર્તાને કદી જાણતા નથી, એવું તમારા જેવી (ચર્મચક્ષુ) વ્યક્તિ શી રીતે જાણે છે ? | ૧૧ | वेदकर्तृपरिज्ञातृशून्यं विश्व[३२-१]मिदं सदा । इति यो वेत्ति सर्वज्ञः स एव भगवानिति ॥ १२ ॥
આ વિશ્વ હંમેશ માટે વેદના કર્તાના જ્ઞાનથી રહિત છે - એવું જે જાણે છે, તે જ સર્વજ્ઞ ભગવાન છે. (વેદને અનુસરનારા સર્વજ્ઞનો સ્વીકાર નથી કરતાં, તેમનું પણ આ જ તર્કથી ખંડન કર્યું છે.) | ૧૨ // किञ्च वेदो निजं नार्थं समर्थो भाषितुं स्वयम् । यज्ञतत्फलसम्बन्धं सम्बुध्यन्ते बुधाः कथम् ? ॥ १३ ॥
વળી વેદ પોતે તો પોતાનો અર્થ કહેવા માટે સમર્થ નથી. તો પછી વિદ્વાનો યજ્ઞ અને તેના ફળનો સંબંધ શી રીતે જાણી શકે છે ? | ૧૩ | स्वयं सङ्कल्प्य जल्पन्तो दोषदूषितबुद्धयः । प्रेक्षावतां कथं ग्राह्यवचनाः स्युर्द्धिजा यतः ॥ १४ ॥