________________
२७
द्वितीयोऽवसरः चित्तानुवर्ती सर्वत्र प्रविष्ट इव चेतसि । प्रवर्तेत निवर्ते[१३-२]त हितकारी प्रियङ्करः ॥४२॥
જાણે પોતે ગુરુના ચિત્તમાં પ્રવેશ કર્યો હોય, તેમ ગુરુના ચિત્તનું સર્વત્ર અનુવર્તન કરે, તે રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે. ગુરુનું હિત અને પ્રિય કરે. ૪રા. यथा पूर्व तथा पश्चाद् यथाऽग्रे पृष्ठतस्तथा । निर्व्याजवृत्तिः पूज्यानां सुखीकुर्यान्मनः सदा ॥४३॥
જેમ પહેલા તેમ પછી, જેમ આગળ તેમ પાછળ, ગુરુની પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે, ઋજુવૃત્તિવાળો થઈને પૂજય ગુરુઓના મનને પ્રસન્ન કરે. || ૪૩ // इति गुरुजनं भक्त्याऽऽराध्य प्रयत्नपरायणा विमलमनसो धन्या मान्या जनस्य सुमेधसः । श्रुतजलनिधेर्गत्वा प्रान्तं नितान्तमहीयसः । सपदि सुखिनः सम्पद्यन्ते पदं परसम्पदाम् ॥ ४४ ॥
આ રીતે પ્રયત્નમાં તત્પર નિર્મળ મનના સ્વામી, ધન્ય, લોકોને માનનીય, સબુદ્ધિશાળી જીવો ગુરુજનને ભક્તિથી આરાધીને શ્રુતસાગરનો પાર પામે છે. અત્યંત મહાન થાય છે. અને જલ્દીથી શાશ્વત સુખ પામીને પરમ સંપત્તિઓના સ્થાનને પામે છે. તે ૪૪ |