________________
दानादिप्रकरणे
ભગવાનની સ્તુતિ અને જીવના રક્ષણથી રહિત જ્ઞાન આ ત્રણે વસ્તુ ભસ્મમાં ઘી નાખવા જેવી નિષ્ફળ છે.
11 4 11
३४
वदतु विशदवर्णं कर्णपीयूषवर्षं
पठतु ललितपाठं भव्यकाव्यं करोतु । विमलसकलशास्त्रं बुद्ध्यतां शुद्धबुद्धि
यदि न खलु दयालुः स्यात्तदाऽरण्यरोदी ॥ ६ ॥
-
કાનમાં જાણે અમૃતની વર્ષા થતી હોય, તેમ સ્પષ્ટ અક્ષરોવાળી વાણી ભલે બોલે, વૈવિધ્યસભર પાઠ ભલે કરે, સુંદર કાવ્ય ભલે બનાવે, વિમલ અને સકળ શાસ્ત્રને ભલે જાણે, ભલે એ વિશુદ્ધ મતિવાળો ગણાતો હોય, પણ જો એ દયાળુ ન હોય, તો એ જંગલમાં રુદન કરવા જેવું નિષ્ફળ કાર્ય જ કરે છે. | ૬ ||
पठितं श्रुतं च शास्त्रं गुरुपरिचरणं च गुरुतपश्चरणम् । घनगर्जितमिव विजलं विफलं
સાંદ્યાવિ[૬-ર]તમ્ || ૭ ||
ભણતર, ધર્મશ્રવણ, શાસ્ત્રાભ્યાસ, ગુરુસેવા, મોટી તપસ્યા.. આ બધું જ દયારહિત હોય તો એ પાણી વિનાની મેઘગર્જનાની જેમ નિષ્ફળ છે. || ૭ ||