________________
दानादिप्रकरणे
विभवविकलो विलासी विकामिनीकश्च कामुकविलासः । रमणी च रू [ १७- १] परहिता
न शोभते निर्दयो धर्मः ॥ ११ ॥
३६
જેની પાસે વૈભવ નથી, તે વિલાસમાં મગ્ન રહે, તો એ જેમ શોભતો નથી. પ્રેમિકા હાજર જ ન હોય, ત્યારે પ્રેમીની પ્રેમચેષ્ટા જેમ શોભતી નથી. અને જેમ રૂપ વિના નારી શોભતી નથી, તેમ દયા વિનાનો ધર્મ પણ શોભતો નથી. ।। ૧૧ ।।
विनयविहीनं शिष्यं गुरुमपि तत्त्वोपदेशनाशून्यम् । निर्जीवदयं धर्मं न जातु सन्तः प्रशंसन्ति ॥ १२ ॥
વિનય વિનાનો શિષ્ય પ્રશંસાપાત્ર નથી થતો. તત્ત્વોપદેશ વિનાના ગુરુ પણ પ્રશંસાપાત્ર નથી થતા. તે રીતે જીવદયા વિનાના ધર્મની પણ સજ્જનો કદી પ્રશંસા કરતા નથી. । ૧૨ ।।
जीवितव्यादपि श्रेष्ठं प्राणिनां वस्तु नापरम् । तत्साधनं तदर्थं च समस्तमपरं यतः ॥ १३ ॥
જીવોને મન જીવન કરતાં પણ વધુ ઉત્તમ વસ્તુ કોઇ નથી. કારણ કે ધન વગેરે બધી વસ્તુ જીવનને ટકાવવા માટે અને જીવનના ‘સાધન’ રૂપે હોય છે. । ૧૩ ।।