________________
चतुर्थोऽवसरः अन्नादिदानमिदमस्तनिदानबन्धं सद्भावनाविधिपरस्य भवप्रबन्धम् । छिन्ते यशो वितनुते कुशलं प्रसूते दातुः परं जनयतीह जनानुरागम् ॥ १ ॥
જેમાં કોઈ નિદાનજનિત બંધ નથી, એવું અન્ન વગેરેનું દાન સભાવનાની વિધિમાં તત્પર એવા જીવની સંસારપરંપરાને છેદે છે, તે દાતાનો યશ પ્રસારે છે, તેનું કલ્યાણ કરે છે અને લોકોને દાતાના પરમ અનુરાગી બનાવે છે. / ૧ / आगांसि संस्थगयति प्रकटीकरोति विद्यादिकं गुणगणं गणनां विधत्ते । क्रुद्धं प्रसादयति सादयते विपत्तिं सम्पत्तिमानयति किं न शुभं बिभर्ति ॥ २ ॥
અન્ન વગેરેનું દાન અપરાધોને ઢાંકી દે છે, વિદ્યા વગેરે ગુણ સમૂહને પ્રગટ કરે છે, બહુમાન પાત્ર બનાવે છે, કોઈ પોતાના પર ગુસ્સે થયો હોય તેને પ્રસન્ન કરે છે, વિપત્તિનો નાશ કરે છે, સંપત્તિનો સમાગમ કરાવે છે. ખરેખર, અન્ન વગેરેનું દાન કર્યું કલ્યાણ નથી કરતું? || ૨ |