________________
चतुर्थोऽवसरः
५७
स्पर्शनं सपदि सम्पदां पदं हाटकस्य निपतन्ति कोटयः । पात्रदातृसदनेषु दानतः सुप्रसिद्धमिदमागमे यतः ॥१३॥
જેઓ સુપાત્રને દાન આપે, તેમના ઘરોમાં એકાએક કરોડો સોનામહોરોની વૃષ્ટિ થાય છે, આ રીતે સંપત્તિઓનું સ્થાન સંપર્ક પામે છે. કારણકે આ વાત આગમમાં સુપ્રસિદ્ધ છે. ।। ૧૩ ।
भोगाः श्री शालिभद्रप्रमुखतनुमतां सम्मताः सुप्रसिद्धाः सिद्धान्ते मूलदेवप्रभृतितनुभृतां प्राज्यराज्यादयश्च । निर्वाणं श्रीजि [२५-१]नेभ्यः प्रथमपृथुतपोऽनन्तरं पारणायां दातृणां तत्र दानात् फलमलघु
મવે વા(િ?) ચના તૃતીયે ॥ ૪ ॥
શ્રી શાલિભદ્ર વગેરે જીવોએ દાનના પ્રભાવે ભોગો પ્રાપ્ત કર્યા હતા, એ સુપ્રસિદ્ધ છે. આ વાત શાસ્ત્ર સંમત છે. વળી મૂલદેવ વગેરે જીવોએ દાનના પ્રભાવે વિરાટ રાજ્ય વગેરેને પ્રાપ્ત કર્યા હતા, એવું પણ સિદ્ધાન્તમાં સુપ્રસિદ્ધ છે. શ્રીજિનને પ્રથમ વિશાળ તપ પછી પારણામાં જેઓ દાન આપે, તેમાં તેમને દાનથી મોક્ષરૂપ મહાન ફળ મળે છે, તે ભવમાં અથવા ત્રીજા ભવમાં તેઓ મોક્ષે જાય છે. ।। ૧૪ ।