________________
दानादिप्रकरणे પ્રિયા પોતાના પતિ પર ખૂબ ગુસ્સે થઈ હોય, તો ય જ્યારે એને પ્રશસ્ત દુર્લભ અલંકાર વગેરે મળે, ત્યારે એ પ્રસન્ન થઈ જાય છે અને પતિની સમીપ બેસી જાય છે. ખરેખર, અહીં પ્રસાધન માટે (કાર્ય પાર પાડવામાટે) દાન એ સિદ્ધ તંત્ર (સર્વસ્વીકૃત ઉપાય) છે. | ૧૦ | कान्ताप्रसादनविधिप्रमु[२४-२]खं न मुख्यं दृष्टान्तमात्रमिदमत्र फलं मयोक्तम् । दानार्जितोर्जितशुभोदयतस्तु पुंसां कल्याणमेव सकलं भवतीति युक्तम् ॥ ११ ॥
આ તો મેં માત્ર ઉદાહરણ જ કહ્યું છે. બાકી પ્રિયા ખુશ થાય - ઇત્યાદિ મુખ્ય ફળ નથી. દાનથી ઉપાર્જિત કરેલા પ્રચંડ પુણ્યના ઉદયથી તો જીવોનું સર્વ કલ્યાણ થાય છે. માટે દાન ઉચિત છે. તે ૧૧ / द्रविणं विश्राणयतामुपद्रवा विद्रवन्ति पुरुषाणाम् । दानं व्यसनहुताशनविनाशनघनाघनवनौघः ॥ १२ ॥
જે મનુષ્યો ધનનું દાન આપે છે. તેમના ઉપદ્રવોનો નાશ થાય છે. દાન એ આપત્તિઓરૂપી અગ્નિને બુઝાવવા માટે વાદળાઓના પાણીના સમૂહ જેવું છે. તે ૧૨ //