________________
दानादिप्रकरणे आहाराद्यं भवति ददता साधुदेहं प्रदत्तं दत्ते देहे सफलमतुलं निर्मलं धर्मकर्म । तस्माद्दानं निरुपममिदं साधनं धर्मराशेरस्याभावे विरमति यतो मुक्तिमार्गः समग्रः ॥ ५ ॥
જે મુનિઓને આહાર વગેરે આપે છે, તેણે તો મુનિનો દેહ આપ્યો છે. (કારણ કે દેહ એ આહાર વગેરે વિના ટકી શકતો નથી.) અને દેહ આપ્યો, એટલે સમગ્ર અદ્વિતીય શુદ્ધ ધર્માનુષ્ઠાન આપ્યું છે. (કારણ કે શરીર વિના ધર્માનુષ્ઠાન ન થઈ શકે.) માટે આ દાન એ ધર્મરાશિનું નિરુપમ સાધન છે. કારણ કે અન્નાદિના દાન વિના સમગ્ર મોક્ષમાર્ગ અટકી જાય છે. / ૫ / अकलाकुशले कुलशीलवर्जिते सकलविमलगुणाविफले दातरि कल्पतराविव नरेऽनुरज्यन्ति जननिवहाः ॥६॥
મનુષ્ય કળાકુશળ ન હોય, ઉત્તમ કુલ-શીલથી સંપન્ન ન હોય, સર્વ નિર્મળ ગુણોથી રહિત હોય, તો પણ જો તે દાતા હોય, તો લોકસમૂહો કલ્પવૃક્ષની જેમ તેના પર રાગ કરે છે. તે ૬ ! अशेषदोषसङ्घातं दानमे [२४-१]कं शरीरिणाम् । तिरोदधाति वस्तूनां रूपं वान्तभिवोद्धतम् ॥ ७ ॥