________________
चतुर्थोऽवसरः श्रुत्वा धर्मपरा भवन्ति भविनो भव्या भवाम्भोनिधिम् । अक्लेशेन तरन्ति दुस्तरतरं तस्मादिदं कुर्वता कल्याणं सकलं जनस्य जनितं सत्त्वेन सत्त्वप्लिना ॥२७॥
જિનાલયમાં મુનિજનો પ્રશસ્ત દેશના કરે છે, તે સાંભળીને ભવ્ય જીવો ધર્મમાં તત્પર થાય છે, અત્યંત દુસ્તર ભવસાગરને સરળતાથી તરી જાય છે, માટે જે જિનાલય બંધાવે છે, તે જીવે સત્ત્વ પ્રાપ્ત કરાવવા દ્વારા લોકનું સર્વ કલ્યાણ કર્યું છે. . ર૭ . मर्त्यमस्तकमाणिक्यं क्षोणीमण्डलमण्डनम् । कोऽपि कारयते पुण्य: कुलकेतुर्नि(नि)केतनम् ॥२८॥
મનુષ્યના મસ્તકના માણિક્ય જેવા, ધરાતલના આભૂષણ જેવા જિનેશ્વરના મંદિરને કોઈ પવિત્ર જીવ બંધાવે છે. તે ૨૮ // तेन कृत्यं कृतं सर्वं दुष्कृतं च निराकृतम् । कृतिना कारितं येन केतनं पुण्यकेतनम् ॥ २९ ॥
તેણે સર્વ કર્તવ્યનું પાલન કર્યું છે, તેણે સર્વ પાપનો નાશ કર્યો છે, કે જે સજ્જને પુણ્યના ચિહનરૂપ જિનાલય બંધાવ્યું છે. તે ૨૯ છે.