________________
दानादिप्रकरणे છે. અપ્રિયના સંયોગને તિરસ્કૃત કર્યો છે, તો અતિ શુભ પ્રિયના સંયોગનું જાણે સ્તંભન કરી દીધું છે. ૩૪ો. तन्नास्ति यन्न विहितं स्वहितं प्रशस्तं तन्नास्ति यन्न दुरितं त्वरितं निरस्तम् । मर्येन संविदधता प्रतिमाप्रतिष्ठामात्मा नरोत्तमपदे गमितः प्रतिष्ठाम् ॥ ३५ ॥
એવું કોઈ પોતાનું પ્રશસ્ત હિત નથી, જે તેણે કર્યું નથી, તેવું કોઈ પાપ નથી, જેનો તેણે શીધ્ર વિનાશ કર્યો નથી. જે મનુષ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તેણે પોતાના આત્માની શ્રેષ્ઠ મનુષ્યના પદે પ્રતિષ્ઠા કરી દે. ને ૩પ છે. स्वर्विषयभुक्तिभूर्जे स्वहस्तितं सौख्यपत्तला लिखिता । मुक्तौ दूतो भूतः स्थापयतां जिनपतिप्रतिमाम् ॥३६॥
જેઓ જિનેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરે છે, તેમણે દેવલોકરૂપી દેશના ઉપભોક્તાપણાને સૂચવતો ભોજપત્ર પોતાને હાથવગો કરી દીધો છે. સુખની પત્તલા (હૂંડી ?) લખી છે. અને મુક્તિપ્રિયા પાસે પોતાનો દૂત મોકલ્યો છે. ૩૬ /