________________
दानादिप्रकरणे निर्व्यासङ्गमनङ्गतापरहिता यत् प्रेयसीसङ्गताः श्रीश्रृङ्गाररसैकसागरगता निश्चिन्तचित्ता नराः । नीरोगा जरसा विमुक्तवपुषो जीवन्ति पल्यत्रयं तन्मन्येऽभयदाननिर्मललसच्चिन्तामणेश्चेष्टितम् ॥५०॥
કોઈ પણ વિદન વિના, કામવાસનાજનિત સંતાપથી રહિત, પ્રિયાની સાથે, લક્ષ્મી અને શણગાર રૂપ રસના અદ્વિતીય સાગરમાં રહેલા, નિશ્ચિત્ત મનવાળા, નીરોગી, ઘડપણરહિત શરીરવાળા એવા મનુષ્યો ત્રણ પલ્યોપમ સુધી જીવે છે તે અભયદાનરૂપ નિર્મળ તેજસ્વી ચિંતામણિનું ફળ છે, એવું હું માનું છું. || ૨૦ || अनुत्तरनिवासिनो [२२-२] यदतराणि भूयांस्यहो सदा सुखमनुत्तमं शिवसुखोपमं भुञ्जते । अचिन्त(न्त्य)मवपुःक्रियं विगतपारवश्यव्यथा व्यतीतविषयस्पृहास्तदतुलं दयायाः फलम् ॥ ५१ ॥
ઘણા સાગરોપમો સુધી અનુત્તરવાસી દેવો મોક્ષસુખ જેવા સર્વશ્રેષ્ઠ સુખને હંમેશા ભોગવે છે. તેમનું સુખ અચિન્ય હોય છે, તેમાં શરીરની કોઈ ચેષ્ટા નથી હોતી. તે દેવોને પરવશતાજનિત પીડા નથી હોતી. તેમને વિષયોની સ્પૃહા પણ નથી હોતી. આ બધું દયાનું બેજોડ ફળ છે. | પ૧ /