________________
तृतीयोऽवसरः अभयमदत्तं दारुणनरकादिनिपातकारणं तेन । स्ववशमकष्टमनश्वरमनिशं देयं कुशलकामैः ॥ २५ ॥
પણ અભયદાન ન આપો તો ભયંકર નરક વગેરે દુર્ગતિમાં જવું પડે છે. અભયદાન સ્વાધીન છે, અભયદાન આપવામાં કોઈ કષ્ટ નથી પડતું. અભયદાનનું ફળ અક્ષય છે, માટે જેઓ કલ્યાણને ઇચ્છે છે, તેમણે અભયદાન આપવું જોઈએ. // ૨૫ / विषयोऽस्य सर्वजीवा मुक्ताः संसारिणश्च ते द्वेधा । संसारिणो द्विधा स्युः स्थावरजङ्गमविभागेन ॥ २६ ॥
અભયદાન સર્વ જીવોને આપવું જોઈએ. જીવો બે પ્રકારના છે, મુક્ત અને સંસારી. સંસારી જીવો બે પ્રકારના છે – સ્થાવર અને ત્રસ. // ર૬ / अवनिवने पवनसखः पवनश्च वनस्पतिश्च पञ्चविधाः। स्थावरसंज्ञा ज्ञेया विकलाक्षा द्वित्रिचतुरक्षाः ॥ २७ ॥
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ પ્રકારના જીવો સ્થાવર સમજવા. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણ પ્રકારના જીવો વિકલેન્દ્રિય સમજવા. / ર૭ |