________________
तृतीयोऽवसर: પ્રગટ કડવું ફળ માનીને સંસારમાં થતા દુ:ખથી ભયભીત ભવ્ય જીવો જીવદયામાં તત્પર થાઓ. || ૪૧ // येषां यत्र समुत्पत्तिस्तेषां तत्र परा रतिः ।। निम्बकीटस्य निम्बेऽपि रतिर्लोकेऽपि कथ्यते ॥४२॥
જેમની જ્યાં ઉત્પત્તિ થાય, ત્યાં તેમને પરમ આનંદ થાય છે. લોકોમાં પણ કહ્યું છે કે, લીમડાના કીડાને લીમડામાં રતિ થાય છે. // ૪ર || पुरन्दरः पुरन्दारैरुदारैः सममामरीम् । अधिष्ठितो यथा मर्तुं तथा मोऽपि नेच्छति ॥४३॥
સુંદર દેવો સાથે ઇન્દ્ર દેવલોકમાં બેઠો છે. તેને જેમ મરવું નથી, તેમ મનુષ્યને પણ મરવું નથી. //૪૩ી. अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकाङ्क्षा तुल्यं मृत्युभयं द्वयोः ॥४४॥ ' અરે, અશુચિમાં રહેલો કીડો હોય, કે દેવલોકમાં રહેલો દેવેન્દ્ર હોય, એ બંનેને જીવવાની ઇચ્છા સમાન છે, અને એ બંનેને મૃત્યુનો ભય પણ સમાન છે. ને ૪૪ || दरिद्रो दुर्भगो दुस्थ: सदाधिव्याधिबाधितः । पराश्रितः पराभूत: प्राणी प्राणितुमिच्छति ॥ ४५ ॥