________________
૩૮
दानादिप्रकरणे વિશાળ રાજ્ય હોય, સુંદર યુવતી હોય, કે મદોન્મત્ત હાથીઓ હોય. ભક્ત સેવકો હોય, પવન વેગી ઘોડાઓ હોય, કે રથો હોય. ખજાનો હોય, નગરો હોય, સમગ્ર પૃથ્વી હોય, કે અન્ય પ્રિય દિવ્ય વસ્તુ હોય. માણસ જીવન માટે તે બધી વસ્તુને એ રીતે છોડી દે છે, કે જાણે ઘાસને છોડી દેતો હોય. / ૧૭ છે. एकच्छत्रं ददात्येको महादाता महीतलम् । प्राणानन्यस्तु वध्यस्य प्राणदाताऽतिवल्लभः ॥ १८ ॥
એક મહાન દાતા ધરતીનું એકછત્રી સામ્રાજ્ય વધ્યને (જનો વધ થવાનો છે, તે વ્યક્તિને) આપે, અને અન્ય જણ તેને જીવનદાન આપે, તો જીવનદાન આપનાર જ તેને અત્યંત વ્હાલો લાગે છે. તે ૧૮ // प्राणत्राणात् परं दानं ज्ञानाभ्यासात् परं तपः । जिनागमात् परं शास्त्रं नास्त्याराध्यं गुरोः परम् ॥१९॥
જીવનરક્ષણથી મોટું કોઈ દાન નથી. જ્ઞાનાભ્યાસથી મોટો કોઈ તપ નથી. જિનાગમથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને ગુરુથી મોટા કોઈ આરાધ્ય નથી.