________________
दानादिप्रकरणे
(ગુરુથી બહુ) નીચા આસને ન બેસે, (જેથી ગુરુને વળીને જોવાથી તકલીફ ન પડે.) બહુ નજીક ન બેસે, બહુ દૂર ન બેસે, પાછળ ન બેસે, સમશ્રેણિમાં બાજુમાં ન બેસે, સામે પણ પરામુખ ન બેસે. II ૩૮ || सम्मुखीनोऽग्रतः पृष्ठे स्थास्नुकायः स्थिरासनः । नैवान्नपादिकां कुर्यान्नैव पादप्रसारिकाम् ॥ ३९ ॥
२६
ગુરુની સમક્ષ સમ્મુખ, પાછળ (?), શરીર સ્થિર રાખીને, સ્થિર આસને બેસે. અન્નપાદિકા (પગ ઉપર પગ ચડાવવો ?) ન કરે, તથા પગ લાંબા કરીને ન બેસે. || ૩૯ ॥
अवष्टम्भं न पट्टादौ नापि पर्यङ्कबन्धनम् । नाधिक्षेपं विवादं नो न सावज्ञं न चापरम् ||४०||
પાટ વગેરેને ટેકો ન દે, પલાંઠી બાંધીને પણ ન બેસે, અધિક્ષેપ કે વિવાદ ન કરે, અવજ્ઞા કે અન્ય પણ તેવું ન કરે. ॥ ૪૦ ॥
व्याख्यानादन्यदाप्येषां चेतसे यन्न रोचते । अपथ्यमिव दूरेण हितैषी तद्विवर्जयेत् ॥ ४१ ॥
વાચના સિવાયના સમયે પણ ગુરુના મનને જે ન રુચે, તેનો હિતેચ્છુ આત્મા અપથ્યની જેમ દૂરથી ત્યાગ કરે. ॥ ૪૧ ||