________________
दानादिप्रकरणे
દેવો મોક્ષ માટે શ્રુતનું બહુમાન કરે છે, એવું સંભળાય છે. બહુશ્રુતો અને મહામુનિઓનું બહુમાન થાય છે એવું પણ સંભળાય છે. (દેવો પણ જ્ઞાની મહાત્માઓનું બહુમાન કરે છે.) | ૩૨ ||
२४
जायन्ते च यतीनां श्रुतानुभावेन लब्धयो विविधाः । फलमैहिकमामुष्मिकममलामरनर शिवसुखानि ॥ ३३ ॥
શ્રુતના પ્રભાવે મુનિઓને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, એ ઐહિક ફળ છે. પારલૌકિક ફળ છે નિર્મળ દેવ-મનુષ્ય-મોક્ષના સુખો. ॥ ૩૩ ||
धर्मार्थकाममोक्षाणां कीर्तेश्चैकं [ १२-२] प्रकीर्तितम् । ज्ञानं जलमिवावन्ध्यं धान्यानां सन्निबन्धनम् ||३४||
જેમ પાણી એ ધાન્યનું અમોઘ કારણ છે, તેમ જ્ઞાન એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને કીર્તિનું અમોઘ કારણ છે. ।। ૩૪ ||
इदं विदित्वा श्रुतसङ्ग्रहे गुरुर्गुरुक्रमाम्भोजरतैरनारतम् । समीहमानैरसमां समुन्नतिं
समुद्यमः सद्बिधिना विधीयताम् ॥ ३५ ॥
આ જાણીને જેઓ અતુલ્ય ઉન્નતિને ઇચ્છે છે.