________________
दानादिप्रकरणे नो माता सुतवत्सला न च पिता स्वामी प्रसन्नो न वा न भ्राता सहजाअसो न सुहृदो नार्था न हस्त्यादयः। यन्निष्कारणनिष्कलङकरुणा: सर्वोपकारोद्यता [૨૪] દેયાયવિપશ્ચતસ્તનુમતાં શ્રીસૂર: યુરર્વત છે કોઈ
પુત્રવત્સલ માતા, પિતા, પ્રસન્ન સ્વામી, ભાઈ, મિત્રો, ધન કે હાથી વગેરે જીવોનું તે હિત નથી કરતા કે જે હિત નિષ્કારણ નિષ્કલંક કરુણાવાળા, બધા પર ઉપકાર કરવામાં ઉદ્યત, હેયોપાદેયના વિષયમાં વિચક્ષણ એવા આચાર્યો કરે છે. તે ૪૫ // गुरूपकारः शक्येत नोपमातुमिहापरैः ।। उपकारैर्जगज्येष्ठो जिनेन्द्रोऽन्यनरैर्यथा ॥ ४६ ॥
ગુરુનો ઉપકાર બીજી કોઈ ઉપમાઓથી સરખાવવો શક્ય નથી. જેમ અન્ય મનુષ્યોથી જિનેન્દ્રની ઉપમા કરવી, એ શક્ય નથી. એમ ઉપકારમાં વિશ્વમાં ગુરુ સૌથી મોટા છે. તે ૪૬ /. जन्मशतैरपि शक्यं नृभिरानृण्यं गुरोर्न तु विधातुम् । तद्गुणदानाभावे ते च गुणास्तस्य सन्त्येव ॥ ४७ ॥
જો ગુરુના ગુણોનું દાન ન કરે, તો સેંકડો જન્મોથી પણ ગુરુનું ઋણ ચૂકવવું શક્ય નથી. અને ગુરુના ગુણો તો તેમનામાં છે જ. (માટે ગુરુના ઉપકારનો