________________
२०
दानादिप्रकरणे
दहति मदनवह्निर्मानसं तावदेव भ्रमयति तनुभाजां कुग्रहस्तावदेव । तुलयति गुरुतृष्णा राक्षसी तावदेव स्फुरति हृदि जिनोक्तो वाक्यमन्त्रो न यावत् ॥२२॥
કામાગ્નિ મનને ત્યાં સુધી જ બાળે છે, જીવોને કદાગ્રહ ત્યાં સુધી જ ભ્રમ ઉપજાવે છે, મોટી તૃષ્ણા રાક્ષસી ત્યાં સુધી જ બળવાન રહે છે, કે જ્યાં સુધી હૃદયમાં જિનવચનરૂપી મંત્ર સ્ફુરાયમાન થતો નથી.
॥ ૨૨ ॥
[११ - १] त्रुटयन्ति स्नेहपाशा
झटिति विघटते दुर्निवारा दुराशा प्रोढो गाढाधिरूढो रहयति दृढतां कर्मबन्धप्रबन्धः । ध्वंसन्ते ध्वान्तपूगा इव दिवसपतेः पातकार्थाभियोगा योग्यानां ज्ञानयोगादुपरमति मतिर्गेहदेहादितोऽपि ॥ २३ ॥
જ્ઞાનયોગથી યોગ્ય જીવોના સ્નેહપાશો તૂટી જાય છે. જેનું દુઃખેથી નિવારણ કરી શકાય તેવી દુષ્ટ આશા શીઘ્રતાથી દૂર થઇ જાય છે. પ્રકર્ષથી વહન કરેલો, ગાઢપણે રૂઢ થયેલો એવા કર્મબંધનો પ્રબંધ દૃઢતાથી મુક્ત થાય છે = શિથિલ થાય છે. જેમ સૂર્યથી અંધકારોના સમૂહોનો વિધ્વંસ થાય, તેમ પાપી પ્રયોજન માટેના