________________
શું તેને ભાવના કહી શકાશે ? નહિ જ. એ દઢ વિચાર સત્યયુક્ત અને હિતકર હોવો જોઈએ. તેમાં એવા ગુણ હોવા વિના તેને ભાવના કહી શકાય નહિ. એટલે હવે આપણે કહીશું કે એક સત્યયુક્ત અને હિતકર દઢ વિચાર કે જે મનુષ્યજીવન ઉપર કાયમની અસર નીપજાવી શકે તેને જ “ભાવના ” કહી શકાય.
આવા ગુણયુક્ત વિચારનું-ભાવનાનું ચિંતન કરવું એવું સર્વ ધર્મશાસ્ત્રો કહે છે અને ધર્માચાર્યો કહી ગયા છે, કારણ કે ઉ૫ર જણાવ્યું તેમ મનુષ્યના આત્માના કલ્યાણને માર્ગ “મનસ્' રૂપી ક્ષેત્રમાં થઈને પસાર થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે “ભાવના' ભાવવાનો હેતુ “મન”માંથી અનિષ્ટ કચરો સજ્ઞાનપૂર્વક દૂર કરીને આત્મકલ્યાણ માટે માર્ગ મોકળો કરવાને છે. જડ અને આત્માને પિછાણીને મનુષ્યજીવનના લક્ષ્યબિંદુ તરફ આત્માને દોરી જવો એ હેતુપૂર્વક ભાવનાઓનું ચિંતન કરવાની મનુષ્ય માત્રને આવશ્યક્તા છે. મનુષ્ય જીવનનું લક્ષ્યબિંદુ એ નિર્વાણ અથવા મોક્ષરૂપી ઉજજવલ દીપક છે. હેમચંદ્રાચાર્ય કહે છેઃ રવિવા
હુ નિવા, અને એ દીપિકાને પ્રાપ્ત કરવા માટે જડ તથા આત્માને ભેદ પિછાણવાની જરૂર છે. વાગર્ સો સો વાળા અર્થાત એકને જાણે છે તે સર્વને જાણે છે, એ સત્ય આત્માને અનુલક્ષીને ઉપદેશવામાં આવેલું છે. આત્મા અને જડના જ્ઞાનવડે જ સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિવેકચૂડામણિમાં શંકરાચાર્યે કહ્યું છે –
शब्दजालं महारण्यं चित्तभ्रमणकारणम् ।
अतः प्रयत्नाद् ज्ञातव्यं तत्त्वज्ञात्तत्त्वमात्मनः ॥
અર્થાત–શબ્દજાળ એ ચિત્તને ભ્રમિત કરનારું મેટું અરણ્ય છે, માટે તેમાં નહિ અટવાતાં તત્ત્વજ્ઞ પુરૂષ પાસેથી પ્રયત્નપૂર્વક આત્મતત્વ જાણી લેવું. એ પ્રમાણે આત્માની પિછાણ ઉપર જ નિર્વાણરૂપી દીપિકા પ્રાપ્ત કરવાનો આધાર રહેલો હોવાથી જે ભાવનાઓવડે મનસૂમાંથી અનિષ્ટ કચરો કાઢીને માર્ગ મેક કરવો