________________
ઉદઘાત यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ॥ As a man thinketh, so he becometh: Bible.
પૂર્વ અને પશ્ચિમ આ પ્રમાણે આત્માના અસ્તિત્વને માન્ય રાખવાની સાથે તેના પરમ કલ્યાણને માર્ગ “મનસ્'માં થઈને પસાર થાય છે, એટલું તે એકમતે માન્ય રાખે છે. મેં અર્થાત “થવું” “હોવું” એ ધાતુમાંથી માવના શબ્દ સિદ્ધ થયો છે, અને તેનો ધાત્વનુસારી અર્થ કરીએ તો એવો થાય કે “જેના જેવા આપણે થવું જોઈએ તે.” “ભાવના' શબ્દને સહેલે ગુજરાતી અર્થ કરીએ તે તેને આપણે “વિચાર” “ આશય” કે “ઈચ્છા ” કહીએ, છતાં જે રહસ્યાર્થ “ભાવના' શબ્દમાં વ્યક્ત થાય છે, તે એ શબ્દોમાં વ્યક્ત થતું નથી અને તેથી “ભાવના' શબ્દને માત્ર એક જ શબ્દમાં અર્થ કરવા જતાં આપણને અસંતુષ્ટ થવું પડે છે. મસ્તિષ્કમાં ઉપસ્થિત થતો “ વિચાર’ એને આપણે
ભાવના’ શબ્દને અપૂર્ણ અર્થ દર્શાવવા માટે જડી આવતો સહેલામાં સહેલો શબ્દ કહીશું; પરન્તુ મગજમાં તે અનેક વિચાર જન્મ પામે છે, બદલાય છે અને પુનઃ અદશ્ય થઈ જાય છે, એટલે મનુષ્યનું મગજ હમેશાં વિચારો કરવામાં ઉઘુક્ત જ રહ્યા કરે છે; એવા પ્રત્યેક વિચારને કાંઈ “ભાવના' કહી શકાય નહિ. “ભાવના” વાળા વિચારમાં તે કાંઈક વિશિષ્ટ લક્ષણ રહેલું હોવું જોઈએ.
ભાવના' એ જન્મીને બદલાઈ જતો કે અદશ્ય થઈ જતે અદઢ વિચાર ન હોવો જોઈએ, પરંતુ એક દૃઢ વિચાર હેવો જોઈએ. એક દઢ વિચાર પણ જો એ મનુષ્યના જીવન ઉપર કાયમની અસર કરનારો ન નીવડે તો તે નિરર્થક છે અને તેથી તેને ભાવના કહી શકાય નહિ. પરંતુ એટલા ગુણવાળા વિચારથી પણ ભાવનાનું સંપૂર્ણ લક્ષણ બાંધી શકાતું નથી. એક માઠે દઢ વિચાર હોય અને તેની અસર મનુષ્યજીવન ઉપર કાયમની થતી હોય, તો