________________
- ૧૪ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના શતાવધાની પં. મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજની આ કૃતિ આજે ત્રીજી વાર પ્રકાશિત થાય છે, એ ઉપરથી જનતા સહેજે જોઈ શકશે કે આ ભાવના–શતક ગ્રંથ તરફ લોકરૂચિ કેટલી બળવત્તર બની છે. બીજી આવૃત્તિ બહાર પડયે આજે ૨૧ વર્ષ જેટલો લાંબા સમય પસાર થઈ ગયો છે, દરમ્યાન આ પુસ્તકની ચારે તરફથી માંગ તો હતી જ, આ સંબંધી મેં આ પુસ્તક ફરીથી છાપવા માટે મુનિશ્રીને અનુમતિ માગી, પૂજ્ય મુનિશ્રીએ મારી આ નમ્ર માગણ ખૂબ આદરપૂર્વક સ્વીકારી, તે બદલ હું પૂજ્ય મુનિ શ્રીને આભારી છું.
પં. મુનિશ્રીની ઈચ્છા મુજબ આ ત્રીજી આવૃત્તિ અગાઉની આવૃત્તિ અનુસારે જ અક્ષરસઃ છાપવામાં આવી છે, અને પ્રફમાં કાળજી રાખવાની મુનિશ્રીની ભલામણ અનુસાર આ આવૃત્તિમાં તે સંબંધી ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં પ્રેસ દેષ કે દષ્ટિ દોષને અંગે રહી ગયેલ ભૂલ તરફ વાચકો ઉપેક્ષા દષ્ટિ કરશે એવી વિનંતિ છે.
આ પુસ્તક પ્રકાશિત કરાવવાના કારણભૂત રાજકોટ નિવાસી ધર્મપ્રેમી શ્રી કપુરચંદ પાનાચંદ મહેતાના સુપુત્રો છે કે જેમણે આ ગ્રંથની ૨૦૦ નકલો અગાઉથી ખરીદી મહારા સાહિત્યપ્રકાશનના કાર્યને વેગ આપ્યો છે.
આ ભાવના–શતક જેવા આધ્યાત્મિક પુસ્તકનો જૈન સમાજ પૂરેપૂરો લાભ લે અને સમાજમાં સભાવના અને વિચારોનો ફેલાવો કરવા ઘટતો પ્રચાર કરે, તે લેખક અને પ્રકાશકનો શ્રમ વધુ ફલપ્રદ થશે. કિં. બહુના ! અક્ષય તૃતીયા ૧૯૯૪. ) લી. સંઘસેવક, પંચભાઈની પોળઃ અમદાવાદ. J જીવણલાલ છગનલાલ સંઘવી