________________
૧૨
માટે રામ્યા. મહારાજશ્રી પનવેલ ઉરણ તરફ વિહાર કરી ઘાટકાપર ચાતુર્માસ્ય કરવા પધાર્યાં. અધૂરું રહેલું ભાવના—શતક તું વિવેચન ઉરણમાં લખવું શરૂ કર્યું, અને ઘાટકોપરના ચાતુર્માસ્યમાં પૂરૂં કર્યું. મારા તર૬થી તે પુસ્તક બહાર પાડવાની કરેલી વિનતિ મજુર રખાઈ, તેને માટે મને અત્યંત આનંદ થયા, કારણ કે પુસ્તકના વિષય વાંચતાં જે પ્રકારની જરૂરીયાત હું ધારતા હતા તે પૂરી પડતી જણાઈ. નાટક, ખેલ, તમાસા વગેરે જાતનાં પુસ્તકા વાંચવાથી મન ઉપર જે માઠી અસર થઈ હોય તે અસર સદરહુ પુસ્તક વાંચવાથી ઉપશાંત થાય એમ મને ખાત્રીથી જણાય છે. પ્રથમની પાંચ ભાવનામાં સંસારી પુરૂષ જે વસ્તુ ઉપર મેહમુગ્ધ અનેલા છે તેની વાસ્તવિક સ્થિતિ કેવી છે, તેના પાયેા કેટલા મજબૂત છે અને ટકાવ કેટલા છે, તેનેા સંબંધ કેટલા વખતના છે, તે સર્વ વિસ્તારથી જણાવ્યું છે. છઠ્ઠી અશુચિ ભાવનામાં શરીરની આંતરિક સ્થિતિનું નિદર્શન કરાવ્યું છે. આગલી છ ભાવના યુવાને મનથી ભાવવાની છે અને તેના ઉપર લક્ષ્યબિંદુ રાખવાનું છે, ત્યારે ત્રીજી અવસ્થાના પુરૂષાને તા ભાવનાથી તે સ્થિતિને નિશ્ચય કરી તે પ્રમાણે વર્તવાનું છે. આગલી છ ભાવના બહારની સામાન્ય સ્થિતિનું દર્શન કરાવે છે. પાછલી છ ભાવના આત્માની જુદી જુદી સ્થિતિનું ભાન કરાવે છે. તેમાં સાતમી આશ્રવ ભાવના આત્માની કર્મબંધવાળી સ્થિતિનું ભાન કરાવી તેનાથી અટકાવવાના મેધ આપે છે. આઠમી સંવર ભાવના આત્માની ઉજવલતા કેમ જળવાય તેના માગ બતાવે છે. નવમી નિર્જરા ભાવના આત્માને વળગેલાં કર્યાં કેવી રીતે દૂર થાય તે જણાવે છે. દશમી લેક ભાવના આત્માને ભ્રમણ કરવાના ક્ષેત્રની વિશાળતા બતાવે છે. અગીયારમી ખેાધિદુભ ભાવના આત્માને સારા સયોગા કેટલી મુશ્કેલીએ મળે છે તે જણાવી તેવા સંયોગા મળ્યા હાય તા તેને વ્યર્થ ન ગુમાવવાના મેધ આપે છે. ખારમી ધર્મ ભાવના આત્માને ઉચ્ચગામી બનાવવાને સીધામાં સીધા ક્યો રસ્તા છે તે જણાવે છે. સા શ્લોકોમાં વર્ણવેલી ખાર દરેકના મનને ઘણી
ભાવનાએ
6