Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
રૂપી કમળનાં નાળનાં વિભ્રમને ધારણ કરે છે. આના કાન્તિમાન્ અને નિરન્તર ગોળ એવા મુખથી પરાજય પામીને જ ચંદ્રમા જાણે શૂન્યભાવને ધારણ કરતો હોય નહીં ! વિદ્રુમને પણ કનિષ્ઠ ગણતો આનો અધરોષ્ઠ તે જાણે, હૃદયમાં નહીં સમાવાથી મુખરૂંધ થકી બહાર નીકળી ગયેલો. મારા પરનો તેણીનો રાગ જ હોય નહીં!
દાંતની બે ઉજ્વળ પંક્તિને ધારણ કરતી આ બાળા, એને કોઈએ રતિ ધારીને બે કુંદપુષ્પની માળાથી એની પૂજા કરી હોય નહીં એવી દેખાય છે ! જેમ વાદ કરનારા એવા બે વાદીઓની મધ્યસ્થ સભા હોય તેમ આના બે નેત્રોની મધ્યસ્થ આની સરલ નાસિકા વીરાજી રહી છે. પરાભવ પામેલા પરાભવ પામેલાની સાથે મૈત્રી બાંધે છે એ વાત સત્ય છે કારણકે એના નેત્રથી જાણે પરાભવ પામેલા નીલપદ્મ ચંદ્રમાના પક્ષમાં ગયા છે ! તમાલપત્રના સમાન અને સ્નિગ્ધ વાળવાળા એનાં ભવાં, જાણે એનાં નેત્રોએ કમળો પર મેળવેલા વિજયને પાટે વીરપટ્ટ બાંધ્યા હોય નહીં એવાં છે. એના સ્કંધપર રહેલા મનહર કર્ણદ્વય જાણે યુવાન પુરુષોના અસ્થિર ચિત્તને બાંધી લેવાને તૈયાર કરેલી પાશ હોય નહીં ! વળી પત્રવાળી આની ભાળસ્થળી”, કામદેવે કર્મને પરિણામે મનુષ્યદેશને પ્રાપ્ત કરાવેલી તેની શાળા જ હોય. નહીં ! અહો ! આ નંદા ચરણથી મુખપર્યન્ત લાવણ્યરસથી ભરેલી છે; અન્યથા કેશના વિષે રહેલા આ દુર્વાકરો અહીં હોય નહીં ! નિશ્ચયે. આને ગૌરીની સમાન કેવળ સુવર્ણના પરમાણુઓથી નિર્માણ કરેલી. અથવા હેમકૂટ પર્વત થકી આકૃષ્ટ કરેલી હોય નહીં !
૧. શોભા. ૨. રાય (૧) સ્નેહ (૨) રંગ. ૩. મધ્યસ્થ (૧) કોઈનો પણ પક્ષ કર્યા વિના મધ્યસ્થ રહીને ફેંસલો આપનાર Umpire. (૨) વચ્ચે. ૪. અને એથી જ જાણે ચંદ્રમામાં કલંક છે ! ૫. વિજયી વીરોને આપવામાં આવતા પટ્ટા.
૬. પીળ કાઢેલી. ૭. કપાળ. ૮. (૧) લાવણ્ય રસ અને (૨) લાવણ્યરૂપી જળ. જ્યાં દૂર્વાકરો હોય ત્યાં રસ (જળ) હોય જ; અહીં (નંદામાં) (કેશરૂપી) દૂર્વાકુરો છે, માટે એનામાં રસ (લાવણ્ય) છે.
૨૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)