Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વિષે કોને અભિલાષા થતી નથી ? સેવકોએ તતક્ષણ હસ્તિ-અશ્વ-રથાદિ તૈયાર કર્યા; કારણ કે રાજાની આજ્ઞાથી સર્વ કાંઈ નીપજે છે. પછી જાણે સાક્ષાત ઈન્દ્ર જ હોય નહીં એવો શ્રેણિકનરપતિ સેચનક હાથી ઉપર બેસીને અભયકુમાર આદિ પુત્રોના પરિવાર સહિત બહાર નીકળ્યો. અપ્સરા સમાન રૂપસૌંદર્યયુક્ત નારીઓ તેના પર છત્ર ધારણ કરી રહી હતી તથા ચામર વીંજ્યા કરતી હતી. આગળ શુદ્ધપાઠ બોલવામાં ચતુર એવા બક્તિજનો ટોળાબંધ ચાલતા હતા; તથા હાવભાવથી મન હરણ કરતી વારાંગનાઓ નૃત્ય કરી રહી હતી. વળી ભેરી ભાકાર આદિ વાજિંત્રોના સ્વરથી આકાશ બહેરું થઈ ગયું હતું. સાથે ઉત્તમ અશ્વો પર તથા રથોને વિષે મહાસામંતો શોભી રહ્યા હતા; અને ઈન્દ્રાણીની સાથે સ્પર્ધા કરનારી પવિત્ર અંતઃપુરની સ્ત્રીઓ પણ આવા શ્રેષ્ઠ પ્રસંગનો લાભ લેવામાં પાછળ પડી નહોતી.
પછી ક્ષણમાં તે નરપતિ, સર્વાર્થસિદ્ધિએ જનારો જંતુ સિદ્ધશિલાની નજદીક પહોંચે તેમ, સમવસરણની નજીક આવી પહોંચ્યો. ત્યાં પ્રભુના ત્રણ છત્ર દષ્ટિએ પડ્યા કે તુરત જ જ્ઞાનાદિકવયી પ્રાપ્ત કરીને ભવિકજન અહંકારથી ઉતરે તેમ, રાજા ગજવર પરથી ઉતર્યો. ઉતરીને તે નરપતિ પગે ચાલી મુક્તિના સાક્ષાત દ્વારા જેવા સમવસરણના દ્વાર પાસે આવ્યો.
ત્યાં તેણે છત્ર-મુકુટ-ચામરો-ખગ-પુષ્પ અને તાંબૂલનો ત્યાગ કર્યો; તથા મુખશુદ્ધિ કરી. પછી તેણે એકસાટી ઉત્તરાસંગ નાખીને આદરસહિત સમવસરણને વિષે પ્રવેશ કર્યો. ત્યાં જિનપતિના દર્શન થયાં કે તરત જ રાજા અંજલિ જોડીને એકાગ્ર ધ્યાને રહો; કારણ કે તે વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. પછી પરિવાર સહિત તેણે પ્રથમ પ્રાકારને વિષે પ્રવેશ કરી, ત્રણ પ્રકારના દુઃખનો ક્ષય કરવાને અર્થે જ હોય નહીં એમ, અહંભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. ત્યારપછી ભાલપ્રદેશથી ત્રણવાર પૃથ્વીનો સ્પર્શ કરીને (ત્રણવાર ખમાસમણ દઈને) તેણે પ્રભુને વંદન કર્યું તથા હર્ષયુક્ત ચિત્તે તેમની આ પ્રમાણે સ્તવના કરી :૧. જ્ઞાન-દર્શન–ચારિત્ર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨૦