Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વાણી તો, જેણે સુકૃત્ય કર્યાં હશે તેને જ શ્રવણે પડશે; કારણ નિર્ભાગીજનના ગૃહને વિષે કદિ રત્નવૃષ્ટિ હોય નહીં. પછી એણે કથાનો પ્રારંભ કર્યો કે
વસંતપુર નામનું એક નગર છે. તેને વિષે સેંકડો ઉપવન-વાવતળાવ-સરોવર-જળાશય-પ્રાસાદ-ગૃહ-બજાર આદિ આવી રહ્યાં છે. ત્યાંના લોકો કૃતજ્ઞ-દયાળુ-પરોપકારી-વિનયી-વિચક્ષણ-ઉદાર-ગંભીરધૈર્યવાન્-દક્ષ-દાક્ષિણ્યવાન્ અને સરલ આશયવાળા છે. ત્યાં એક જીર્ણશેઠ નામનો વ્યવહારિક રહેતો હતો; એ પોતાનાં એવાં કર્મને લીધે સમસ્ત વૈભવ ખોઈ બેઠો હતો; જે દિવસે એને ભોજન મળતું તે દિવસ એને હર્ષની વધામણીનો હતો. એને એકની એક પુત્રી હતી. એનાં લોચનની ચંચળ કીકીઓ લીલાસહિત ફર્યા કરતી હોવાથી યુવકજનના મનને વિષે કામવિકાર ઉત્પન્ન કરતી હતી. દરિદ્ર અવસ્થા હોવાથી, એ વયે પહોંચ્યા છતાં પણ હજુ કુમારિકા હતી. એનો પિતા એને દરિદ્રના પુત્રવેરે આપવાની ના જ કહેતો હતો; અને કોઈ ધનવાન્ તો એને લેવાની હા પાડતો નહીં; કારણ કે માણસ (વર) હંમેશાં વધુના માબાપ પાસેથી મોટી પહેરામણી પહેરવાની ઈચ્છા રાખે છે. હવે એ કુમારિકા યોગ્ય વર પ્રાપ્ત કરવાને કામદેવની મૂર્તિની પૂજા કરતી તેથી ક્યાંય ઉપવનને વિષે જઈને રોજ પુષ્પો ચોરી લાવતી; કારણ કે એની પાસે પુષ્પો લેવા જેટલું મૂલ્ય પણ નહોતું. પુષ્પો નિરંતર ચોરાતાં જાણી એકદા એ ઉપવનનો સ્વામી-માળી “આજ ઘણા દિવસોના ભક્ષ એવા ચોરને પકડી પાડીને સત્વર પાછો વાળીશ” એવા વિચારથી યોગિની પેઠે શ્વાસ રોકીને વૃક્ષો વચ્ચે સંતાયો.
એવામાં એ કુમારિકા આવી; અને આવતાંની સાથે જ, રાગયુક્ત દૃષ્ટિથી જોતા એવા એ માળીના અંતઃકરણને એણે હરણ કર્યું; કારણ કે જેનામાં સુમન (પુષ્પ) હરણ કરવાની શક્તિ છે તેની પાસે મન તે કોણમાત્ર છે ? એને જોઈને એનાં અંગેઅંગ કંપવા લાગ્યાં અને એનો મત્સર હતો તે તો તત્ક્ષણ શમી ગયો; અથવા તો શરીરને વિષે દાહજ્વરથી થતો જે દાહ તે અત્યંત શીતજ્વરની આગળ રહેતો જ નથી. પછી એણે તેને આગ્રહથી હાથવતી પકડી રાખીને કહ્યું-હે સુંદર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૬૪