Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ભાંગી જશે એની પણ દરકાર નહીં કરીને મેં કિલ્લાને ઉલ્લંઘી જવા માટે કુદકો માર્યો; કારણ કે કુવામાં પડતો માણસ વિહવળ થઈને કુશને પણ પકડવા જાય છે. હું કુદકો મારીને અંગને કંઈ પણ ઈજા થયા વિના નગરની બહાર પડ્યો; તો ત્યાં આરક્ષક લોકોએ મને મસ્યની પેઠે પકડી લીધો. કારણ કે અપુણ્યરાશિ જીવ આદરથકી પણ જે જે વ્યવસાય કરે છે તે સર્વે અફળ થાય છે. હે દયાનિધિ ! દૂષણરહિત એવા પણ મને આ પ્રમાણે શા માટે ચોરની પેઠે નિર્દયપણે. બાંધીને અહીં આણ્યો છે ? અથવા તો એમાં મારા અશુભ કર્મોનો જ વાંક છે.
પણ રાજાએ તો એને એ વખતે બંદિખાને મોકલાવ્યો. અને તેના કહેલા ગામને વિષે તેનો વૃત્તાન્ત મેળવવાને માટે પોતાના માણસને મોકલ્યો; કારણ કે નિશ્ચય કર્યા પછી જ એને છોડાય કે શિક્ષા કરાયા એમ હતું. હવે એ શાલિગ્રામને વિષે રૌહિણેય ચોરે પોતે પ્રકલ્પેલો સંકેત ગામના લોકોને પૂર્વે પ્રથમથી જ કહી રાખેલો હતો; કારણ કે જેઓ દુષ્ટ આશયવાળા હોય છે તેઓ સુખને માટે દ્વારો બાંધી જ રાખે છે. પેલા રાજસેવકે આખા શાલિગ્રામમાં ઘેર ઘેર પૂછ્યું તો સૌએ કહ્યું કે દુર્ગચંડ અહીં જ રહે છે પણ આજે કંઈ બહાર ગયો છે કારણ કે એક જ સ્થળે બેસી રહેનારાનું પેટ ભરાતું નથી. પછી એ ગામવાળાઓએ કહ્યું એ સર્વ યથાસ્થિત આ રાજપુરુષે રાજાને નિવેદન કર્યું. એટલે અભયકુમારે પણ તે સાંભળીને વિચાર્યું કે અહો ચોરનો સંકેત પણ અત્યંત ગૂઢ છે.
પછી રાજપુત્રે એક આકાશ સાથે વાતો કરતો સાતભૂમિનો પ્રાસાદ તૈયાર કરાવ્યો; તેમાં નાના પ્રકારના મણિ જડિત સુવર્ણની ભીંતો રચાવી; સેંકડો દેદિપ્યમાન ઉલ્લોચ બંધાવ્યા; અને સુરાંગના સમાન વારાંગનાઓ. તથા સુંદર કંઠવાળા ગંધર્વોને પણ તેમાં રાખ્યા; કારણ કે પ્રથ્વીપતિરાજાઓને પોતાનું ઈચ્છિત સિદ્ધ નથી થતું શું ? એ પછી મંત્રીશ્વરે પેલા ચોરનું સત્ય વૃત્તાન્ત જાણવાને માટે એને મદ્યપાનથી બેભાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ક્ષણવારમાં તે મહેલને વિષે એક સુંદર શય્યાને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૯