Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પછી આ સર્વ વાત તેણે જઈને અભયકુમારને નિવેદન કરી અને કહ્યું કે-હે સ્વામિન્ ! એ ચોર પણ મહાધૂતારો છે, કારણ કે એણે એ પ્રકારે આપણને પણ ઠગવાની બાજી આદરી છે.” હવે પાછળ ચોરા પણ ચિરકાળ પર્યન્ત ચમત્કાર પામી પોતાના ચિત્તને વિષે વિચાર કરવા લાગ્યો-જો તે વખતે જિનેશ્વરે કહેલાં અમૃત વચન મને કર્ણગોચર ના થયાં હોત તો હું અનેક પ્રકારની સેંકડો યાતના વડે નરક સમાન દુ:ખ ભોગવીને ક્યારનો યમ પાસે પહોંચી ગયો હોત, કારણ કે મારા જેવાઓનું આવું જ અવસાન હોય છે. હા ! મેં તીર્થકર મહારાજાનું વચનામૃત ત્યજી દઈને ચોરી કરનારાનું મહાવિષ સમાન ભાષણ સાંભળ્યું; અથવા તો ઉંટ તો અત્યંત સુરભિ એવા આમ્રવૃક્ષને ત્યજીને કડવા લીંબડાને જ ખાય છે. હા ! મારા પિતાએ મને છેતરીને જિન ભગવાનના વાક્યામૃતનું પાન કરવા થકી દૂર જ રાખ્યો; અને તેથી જ મારી આ અવસ્થા થઈ છે; અથવા તો જેને શાકિની જેવી માતા હોય તેનું ક્યાં સુધી સારું થયા કરે ? માટે હવે જો હું આ વિપત્તિમાંથી જીવતો છૂટીશ તો હું એ મહાવીર પ્રભુનો શિષ્ય થઈશ. અહો ! તેઓને જ ધન્ય છે કે જેઓ બાળપણથી જ એ પ્રભુને આશ્રયીને રહે છે.”
અહીં અભયકુમાર પણ વિચાર કરવા લાગ્યો કે આવા આવા સજ્જડ ઉપાયો કરતાં છતાં પણ એ પકડાઈ આવતો નથી તો હવે ચાલ જઈને શ્રી મહાવીર પ્રભુને પૂછું; કારણ કે હાથે કંકણ ત્યાં આરસીનું શું પ્રયોજન છે ? પછી તેણે જઈને પ્રભુને નમી અંજલિ જોડી પૂછ્યુંહે પ્રભુ ! હે સર્વસંદેહરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય ! આજ (અમે પકડ્યો છે તેજ) ચોર છે કે નહીં” કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ વસ્તુસમૂહ જેમને પ્રગટ જણાય છે એવા પ્રભુએ ઉત્તર આપ્યો-એ ચોર હતો (ખરો); (પણ) હમણાં મારો શિષ્ય (થયો) છે. ચોર થકી ઈતર એવા પુરુષોની કોઈ ખાણ હોતી નથી.” એ સાંભળી અભયકુમાર ભગવાનને નમના
૧. પાપી પ્રાણીઓને પરમાધાર્મિક (પરમાધામી) તરફથી કરવામાં આવતી નાના પ્રકારની પીડા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૯૩